1-6-2024

છાશમાંથી છોડ માટે તૈયાર કરો લિક્વિડ ફર્ટિલાઈઝર,આ છે સરળ ટીપ્સ

Pic - Freepik

આપણે પીવા માટે છાશનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે છાશનો ઉપયોગ કરીને આપણે વૃક્ષો અને છોડ માટે ઓર્ગેનિક  લિક્વિડ ફર્ટિલાઈઝર પણ બનાવી શકીએ છીએ.

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે બેઠા છાશમાંથી ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવી શકાય છે.

સૌથી પહેલા એક મોટી બોટલમાં પાંચ કપ છાશ નાખો અને પછી એક કપ નાળિયેરનું પાણી નાખીને મિક્સ કરો.

ત્યાર બાદ 20 ગ્રામ હળદર અને 4 ગ્રામ હિંગને છાશ અને નારિયેળના પાણીમાં મિક્સ કરો.

બધું બરાબર મિક્સ કર્યા પછી, આ તૈયાર લિક્વિડ ફર્ટિલાઈઝર 5 થી 6 કલાક માટે છોડી દો.

હવે આ પ્રવાહીને સ્પ્રે બોટલમાં ભરીને ઝાડ અને છોડ પર સ્પ્રે કરો.

આ ઉપરાંત આ  લિક્વિડ ફર્ટિલાઇઝરને છોડના મૂળ પર નાખી શકો છો.

છાશમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ સહિત અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જે છોડના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે.( કોઈ પણ ઉપાય કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. )

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ