ત્રિપાઠી એક બ્રાહ્મણ સમુદાયમાં વપરાતી અટક છે, જે ખાસ કરીને ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં જોવા મળે છે.
ત્રિપાઠી શબ્દ સંસ્કૃત મૂળનો છે અને તે બે શબ્દોથી બનેલો છે. ત્રિ એટલે ત્રણ અને પાઠી એટલે જે વાંચે છે.
ક્યારેક ત્રિપાઠીને "તીન પાઠી" પણ કહેવામાં આવે છે, એટલે કે ત્રણેય વેદોની સારી રીતે જાણકારી ધરાવતો વ્યક્તિ છે.
ત્રિપાઠી બ્રાહ્મણોને વિદ્વાન, પૂજારી, પંડિત અથવા ધાર્મિક વિધિઓમાં નિષ્ણાત માનવામાં આવે છે. પરંપરાગત રીતે આ લોકો યજ્ઞ, પૂજા, વેદ અભ્યાસ અને શિક્ષણ સાથે સંકળાયેલા છે.
પ્રાચીન સમયમાં બ્રાહ્મણોને વેદોના જ્ઞાનના આધારે તેમના અટક લખવામાં આવે છે. જે લોકો એક વેદની જાણતા હતા તેને પાઠી કહેવાય છે. જ્યારે બે વેદની જાણતા લોકોને દ્વિવેદી કહેવાય છે.
જે વ્યક્તિને ત્રણ વેદની જાણકારી હોય છે તેને ત્રિપાઠી કહેવાય છે.
ત્રિપાઠી બ્રાહ્મણો વિવિધ ગોત્ર આવેલા છે. જેમાં ભારદ્વાજ ગોત્ર, કશ્યપ ગોત્ર, વશિષ્ઠ ગોત્ર, ગૌતમ ગોત્ર વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં જોવા મળે છે.
(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)