અમદાવાદના 7 સૌથી મોંઘા વિસ્તારો, જ્યાં વસવાનું હોય છે દરેકનું સપનું
22 Feb 2025
Pic Credit - Social Media
Created by: Mina Pandya
અમદાવાદ ગુજરાતના પ્રમુખ શહેરોમાંનું એક છે.
પરંતુ શું તમે જાણો છો કે અમદાવાદના સૌથી મોંઘા વિસ્તારો ક્યા છે ?
Magicbricks અનુસાર આપને 7 સૌથી મોંઘી વિસ્તારો વિશે જણાવશુ.
અમદાવાદના સૌથી મોંઘા વિસ્તારમાં એસજી હાઈવેનું નામ સૌથી પહેલ આવે છે. અહીં સરખેજ-ગાંધીનગર હાઈવે ગાંધીનગર અને અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ છે. જેનુ કારણ સારી કનેક્ટીવિટી છે. આ વિસ્તારમાં પ્રોપર્ટીની કિમતો બહુ હાઈ છે.
એસજી હાઈવે
અમદાવાદના સૌથી વિકસીત એરિયામાં એક બોપલ પણ છે. આ શહેરના સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક છે. જ્યાં શાંત વાતાવરણની સાથે આવશ્યક સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં લોકો આરામદાયક જીવન જીવવા માટે વસવા માગે છે.
બોપલ
શહેરનો ત્રીજો સૌથી મોંઘો વિસ્તાર છે સેટેલાઈટ. સારી જીવનશૈલી માટે આ વિસ્તાર લોકોની પસંદ છે. અહીં આપને અનેક સારા એપાર્ટમેન્ટ મળી જશે. અહીં પ્રોપર્ટીની કિંમતો હાઈ છે. હાઈ નેટવર્થવાળા લોકો આ વિસ્તારોમાં રહેવાનું સૌથી વધુ પસંદ કરે છે.
સેટેલાઈટ
અમદાવાદના ચોથા સૌથી મોંઘા વિસ્તારનું નામ પ્રહલાદનગર છે. આ સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલ છે. આથી અહીં પ્રોપર્ટીની કિંમતો ઘણી વધુ છે. કોર્પોરેટ કાર્યાલયો, મનોરંજનની સુવિધાઓ, શોપિંગ મોલ સહિતની સુવિધાઓથી ભરેલા આ વિસ્તારમાં દરેક રહેવા માગે છે.
પ્રહલાદ નગર
અમદાવાદના મોટેરા માં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ આવેલુ છે. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો સાથે સારી કનેક્ટીવિટીને કારણે પણ આ એરિયામાં કિંમતો વધુ છે. અહીં અનેક અમીર લોકો રહે છે.
મોટેરા
ચાંદખેડા વિસ્તાર વ્યાવસાયિક ગતિવિધિ માટે જાણીતો છે. આ અમદાવાદના સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક છે ઐતિહાસિક અને લોકપ્રિય પર્યટન સ્થળની નજીક હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર પણ છે.
ચાંદખેડા
અમદાવાદનો આંબાવાડી વિસ્તાર રોકાણકારો અને રહેવાસીઓ બંનેને આકર્ષે છે. ઍરપોર્ટ અને રેલવે સ્ટેશનથી ઓછો દૂર હોવાને કારણે પણ આ સ્થાન ઘણુ લોકપ્રિય છે. અહીં જમીનની કિંમતો પણ ઘણી વધુ છે.
આંબાવાડી
અમદાવાદનો આંબાવાડી વિસ્તાર રોકાણકારો અને રહેવાસીઓ બંનેને આકર્ષે છે. ઍરપોર્ટ અને રેલવે સ્ટેશનથી ઓછો દૂર હોવાને કારણે પણ આ સ્થાન ઘણુ લોકપ્રિય છે. અહીં જમીનની કિંમતો પણ ઘણી વધુ છે.