ભગવાનની પ્રસાદથી લઈને ચટણી, અવનવી વાનગીઓમાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે.
નારિયેળની છાલને પીસીને તમે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
જો તમારા દાંત પીળા થયા હોય તો તમે બાળીને બારીક પાવડર બનાવી તેનાથી દાંત સાફ કરી શકો છો.
નારિયેળની છાલનો પાવડર બનાવી તેમાં હળદર નાખો. ત્યાર બાદ તે ઘા પર લગાવી શકાય છે.
લોખંડની કડાઈમાં નારિયેળની છાલ બાળીને તેલમાં નાખીને લગાવાથી વાળ કાળા થાય છે.
વાસણ ધોવા માટે પણ તમે નારિયેળની છાલનો ઉપયોગ કરી શકો છો.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)