14.7.2024

વરસાદી માહોલમાં બ્રેડ પકોડાની મજા માણવા આ રીતે બનાવો

Image - Freepik 

વરસાદી માહોલમાં બ્રેડ પકોડા ખાવાની મજા અલગ જ છે.

બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલા બટાકા બાફી લો.

બાફેલા બટાકામાં કાળા મરી, ચીલી ફ્લેક્સ, ઝીણી ડુંગળી, આદુ- મરચાં, મીઠું, લીંબુ સહિતના મસાલા નાખી બરાબર મિક્સ કરો.

હવે બ્રેડની કિનારી કાપી લો.ત્યાર બાદ એક બ્રેડ પર લીલી ચટણી લગાવ્યા પછી બટાકાનું મિશ્રણ લગાવો. ત્યાર બાદ તેના ઉપર એક બ્રેડને લગાવો.

હવે એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં આદુ - લસણની પેસ્ટ, કોથમરી, મીઠું, સોડા અને પાણી ઉમેરી થીક બેટર બનાવી લો.

ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો. પકોડા ક્રિસ્પી બનાવવા માટે બેટરમાં એક ચમચી ગરમ તેલ નાખો.

હવે બટાકાનો માવો લગાવીને તૈયાર કરેલી બ્રેડને બેટરમાં ડીપ કરીને તેલમાં ફ્રાય કરવા મુકો.પકોડા ક્રિસ્પી થાય ત્યાર પછી કાઢો.

ત્યારબાદ ગરમા ગરમ બ્રેડ પકોડાને લીલી ચટણી અને ટામેટાની ચટણી સાથે સર્વ કરો.