19 February 2025

અવકાશની સૌથી નજીક છે પૃથ્વી પરનું આ શહેર, વાદળોની ઉપર રહે છે લોકો !

Pic credit - Meta AI

આ શહેર 5100 મીટરથી વધુની ઉંચાઈ પર છે. જેના કારણે અહીંનું વાતાવરણ ખૂબ જ પાતળું બની જાય છે.

Pic credit - Meta AI

વાતાવરણની ઘનતા ઘટવાને કારણે અહીં ઓક્સિજનનું સ્તર પણ 50 ટકાથી નીચે જાય છે.

Pic credit - Meta AI

આ સ્થળ દક્ષિણ અમેરિકાના પેરુમાં સ્થિત લા રિનકોનાડા શહેર છે. આ શહેર બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે આવેલું છે.

Pic credit - Meta AI

આ શહેર પેરુના ઈન્ડિઝમાં આવેલું છે અને તેની ઊંચાઈ યુરોપના આલ્પ્સમાં સ્થિત સર્વોચ્ચ શિખર કરતાં 300 મીટર વધુ છે.

Pic credit - Meta AI

આ જગ્યા પૃથ્વી પર અવકાશની સૌથી નજીક માનવામાં આવે છે. ઓક્સિજનની અછતને કારણે અહીં કોઈ વૃક્ષો અને છોડ ઉગતા નથી.

Pic credit - Meta AI

અહીં રહેતા લોકોએ પોતાના શરીરને એવી રીતે અનુકૂળ બનાવ્યું છે કે આટલા ઓછા હવાના દબાણવાળી જગ્યાએ પણ તેઓ જીવિત રહી શકે છે.

Pic credit - Meta AI

આ જ કારણ છે કે વિશ્વના અન્ય સ્થળોથી અહીં આવતા લોકોને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે. આની સાથે બીજી પણ અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થવા લાગે છે.

Pic credit - Meta AI

આ એક માઈનિંગનું શહેર છે. આ જગ્યાએ સોનું ખોદવા માટે માઇનિંગ કરવામાં આવે છે. અહીંની જમીન અને પાણી સાઈનાઈડ અને પારો જેવા ખતરનાક રસાયણોથી દૂષિત થઈ ગયા છે.

Pic credit - Meta AI

અહીં સોનાનું ગેરકાયદેસર ખનન થાય છે. અહીં કોઈ કાયમી રહેવાસી નથી. પેરુ અને અન્ય સ્થળોએથી સોનાની શોધમાં આવેલા લોકો જ અહીં રહે છે.

Pic credit - Meta AI