25.7.2024

રક્ષાબંધન પર રાખડી સાથે લઈ જાવ ચોકલેટ પાન, આ રહી રેસીપી

Image - Social Media 

મીઠું પાન મોટાભાગના બધા જ લોકોને પસંદ આવે છે. તેમાં અઢળક ઔષધિય ગુણો રહેલા છે.

આ વર્ષે રક્ષાબંધન પર રાખડીની સાથે આ સ્પેશિયલ ચોકલેટ પાન તમારા ભાઈ માટે અથવા તો બહેનને ગિફ્ટ તરીકે આપી શકો છો.

સૌ પ્રથમ નાગરવેલના પાનને પાણીથી સાફ કરીને નાના ટુકડામાં કાપી લો.

પાનમાં દળેલી ખાંડ, કાથો, લવલી પાઉડર, તેમજ સોપારીનો ભુકો ઉમેરો. ( સોપારી ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. )

હવે આ મિશ્રણમાં મીઠી વરિયાળી, ધાણા દાળ, ટૂટી ફૂટી, ગુલકન,ગુલાબ જળ નાખીની તેને બરાબર મિક્સ કરો.

આ મિશ્રણને લાડુનો આકાર આપો. જો તમારે ચોકલેટ વગર જ આ મિશ્રણનું સેવન કરવુ હોય તો કરી શકો છો.

ડાર્ક ચોકલેટને હવે ડબલ બોઈલ કરો. ત્યારે બાદ પાનના મિશ્રણમાંથી તૈયાર કરેલા લાડુંને આ લિકવીડ ચોકલેટમાં ડીપ કરો.

આ ચોકલેટ કોટેડ લાડુને ફ્રિજમાં મુકો.ત્યાર બાદ સર્વ કરી શકો છો. તેમજ કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો.