અંબાણી ખુશ..પંડયા ખુશ.. મુંબઈ ખુશ

05 April, 2024

IPL 2024માં સતત ત્રણ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘણી મુશ્કેલીમાં છે.

ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે તેને આગામી મેચો કોઈપણ ભોગે જીતવી પડશે.

આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે.

ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે.

આ સ્ટાર બેટ્સમેન ત્રણ મહિનાથી વધુ સમયથી ક્રિકેટથી દૂર હતો.

BCCI અને એનસીએના ફિઝિયો સૂર્યકુમારની ઈજાને લઈને કોઈ જોખમ લેવા માંગતા ન હતા.

યાદવને ફિટ જાહેર કરતા પહેલા તેમને નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા.

સૂર્યકુમાર યાદવનું પુનરાગમન મુંબઈ ઈન્ડિયન્સ માટે રાહતના સમાચાર છે.

કારણ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2024માં સતત ત્રણ મેચ હારી ગઈ છે.