રાધિકા મર્ચન્ટ કરતા સ્મૃતિ મંધાના છે અનેક ગણી અમીર

20  March, 2024 

આ વખતે RCBએ WPLનું ટાઈટલ જીત્યું છે. આ ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના છે.

તેની ચર્ચા માત્ર એક ક્રિકેટર તરીકે જ નથી થતી, તે તેની લાઈફસ્ટાઈલ અને સંપત્તિને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે.

સ્મૃતિ મંધાનાનું નામ વિશ્વના અમીરના લિસ્ટમાં છે. તે વિશ્વની ચોથી સૌથી અમીર મહિલા ક્રિકેટર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્મૃતિ મંધાનાની કુલ સંપત્તિ 40 લાખ ડોલર એટલે કે લગભગ 33 કરોડ 16 લાખ રૂપિયા છે.

સ્મૃતિ મંધાના WPLની સૌથી મોંઘી ખેલાડીઓમાંથી એક છે. અહીંથી તે કરોડો રૂપિયા કમાય છે.

સ્મૃતિ મંધાનાને WPLમાં RCB તરફથી દર વર્ષે 3.4 કરોડ મળે છે, જે સૌથી વધુ છે.

બીજી તરફ, 2022 અનુસાર સ્મૃતિ મંધાનાને નેશનલ ટીમ માટે રમવા માટે BCCI તરફથી દર વર્ષે 50 લાખ રૂપિયાનો પગાર મળે છે.

સ્મૃતિ રાધિકા મર્ચન્ટ કરતા 3 થી 4 ગણી વધારે અમીર છે. રાધિકાની કુલ સંપત્તિ 8 થી 10 કરોડ રૂપિયા છે.