શું ફેસ પર ડાયરેક્ટ લીંબુનો રસ લગાવી શકાય છે?

30 May 2024

Pic credit - Freepik

લીંબુનો રસ પીવાથી તો ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. જેમ કે, પાચન સુધરે, વજન ઘટે છે, પથરી પણ મટે છે.

લીંબુ

ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારે થાય છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ત્વચાને નુકસાન થવાનું જોખમ હોઈ શકે છે

સ્કીનની પ્રોબ્લેમ

આ સિઝનમાં ખીલ અને પિમ્પલ્સની સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે. આવા કિસ્સાઓમાં લીંબુનો ઉપયોગ કરી શકાય છે

ખીલ-પિમ્પલ્સ

પણ શું લીંબુ સીધું ચહેરા પર લગાવી શકાય? લીંબુને સીધું લગાવવાને બદલે તમે તેને અન્ય વસ્તુઓ સાથે લગાવી શકો છો.

લીંબુ લગાવવું સાચું છે કે ખોટું

ચહેરા પરના બ્લેકહેડ્સ અને તેલ દૂર કરવા માટે તમે લીંબુના રસમાં ખાંડ મિક્સ કરીને લગાવી શકો છો. તેનાથી ઓઈલી સ્કીન દૂર થાય છે

ખાંડ કરો મિક્સ

ચહેરા પર કુદરતી ચમક લાવવા માટે તમે લીંબુના રસમાં મધ મિક્સ કરીને લગાવી શકો છો. તેમના મિશ્રણથી ડાઘ ઘટાડી શકાય છે

મધ

ત્વચાને ફ્રેશ રાખવા માટે લીંબૂનો રસ મિક્સ કરીને ગ્રીન ટી લગાવો. તેને સ્પ્રે બોટલમાં ભરીને ઉપયોગ કરો. તેનાથી ત્વચાને જરૂરી પોષણ મળશે

ગ્રીન ટી

તમે લીંબુ સાથે ચોખાનો લોટ પણ લગાવી શકો છો. ત્વચા પરથી ડાઘ-ધબ્બા દૂર કરવા માટે તેમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો

ચોખાનો લોટ