જો તમને 10 વર્ષ પછી ₹50 લાખનું ફંડ જોઈતું હોય, તો આજથી આ રકમની SIP કરો 

01 April, 2024

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને સ્માર્ટ વ્યૂહરચના ગણવામાં આવે છે.

SIP માં વળતરની કોઈ મર્યાદા નથી.

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે.

આમાં તમે દર મહિને માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.

જો તમને આજથી 10 વર્ષ પછી ₹50 લાખનું ફંડ જોઈતું હોય તો તેં માટે તમારે આજથી જ રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ.

જો તમે આજથી ઓછામાં ઓછા 12 ટકા રિટર્નના આધારે તેની ગણતરી કરો છો, તો તમારે દર મહિને 21,520 રૂપિયાની SIP કરવી પડશે.

ગણતરી મુજબ, આજથી આગામી 10 વર્ષમાં તમે કુલ 25,82,433 રૂપિયાનું રોકાણ કરશો.

આ SIPમાંથી તમને 12 ટકાના દરે 24,17,567 રૂપિયાનું વળતર મળશે.