કથાકાર જયા કિશોરી રાત્રે સૂતા પહેલા કરે છે આ કામ

29 March, 2024

જયા કિશોરી એક જાણીતું નામ છે, જે તેની કથા અને પ્રેરક ભાષણો માટે ખૂબ જ પ્રખ્યાત છે.

આજે ભારતમાં કોઈ એવું નહીં હોય જે જયા કિશોરીને પસંદ ન કરે.

કથાકાર જયા કિશોરીએ કહ્યું કે, હું રાત્રે મારી જાતને સમય આપું છું.

પોતાની નાઈટ રુટિન વિશે વાત કરતા જયા કિશોરીએ મહત્વની માહિતી આપી હતી.

જયા એ કહ્યું કે, મારા માટે દિવસ દરમિયાન સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ રાત્રે હું મારા માટે સમય કાઢું છું.

જયા કિશોરીએ જણાવ્યું કે રાત્રે સૂતા પહેલા તે 3 વસ્તુઓ પર વધુ ધ્યાન આપે છે.

જેમાં પહેલું કાર્ય ધ્યાન છે અને બીજું કાર્ય પુસ્તક વાંચન છે.

અંતે તેણી જે કહે છે તે સાંભળીને તમને આશ્ચર્ય થશે.

રાત્રે સૂતા પહેલા જયા કિશોરીને કેટલાક મનોરંજન શો જોવાનું પસંદ છે જેનાથી તે હસી શકે.

જયા કિશોરીએ જણાવ્યું કે આના કારણે રાત્રિ દરમ્યાન સારી ઊંઘ આવે છે.