શું ચોમાસામાં પસીનાની દુર્ગંધથી પરેશાન છો? તો અજમાવો આ 7 ઘરેલુ Tips

18 July 2025

by: Mina Pandya

આપણે જોયુ હશુ કે ચોમાસાની ઋતુમાં અચાનક શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

શું તમે પણ ચોમાસામાં પરસેવાની દુર્ગંધની સમસ્યાથી પરેશાન છો, તો આજે આપને કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જણાવશુ

પરસેવાની દુર્ગંધથી મુક્તિ મેળવવા તમે લીંબુ અને બેકિંગ સોડાની પેસ્ટ બનાવીને અંડર આર્મ્સ પર લગાવવાથી દુર્ગંધ દૂર થાય છે. 

મુલતાની માટી માત્ર ચહેરા પરથી ખીલ દૂર કરવામાં જ ઉપયોગી નથી પરંતુ તે ત્વચાને ઠંડી રાખે છે અને પરસેવાને પણ નિયંત્રીત કરવામાં મદદ કરે છે, તે પણ લગાવી શકો છો

કોકોનટ ઓઈલમાં કપૂર ઉમેરીને પણ લગાવી શકાય છે. 

ટામેટા એન્ટીબેક્ટેરિયલ ગણાય છે. તે બેક્ટેરિયાનો નાશ કરે છે. જો તેનો રસ પાણીમાં ઉમેરીને સ્નાન કરવામાં આવે તો પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. 

એક ચમચી જેટલા કોકોનટ ઓઈલમાં ત્રણ ચાર ટીપા ટી-ટ્રી નાખો, અને બરાબર મિક્સ કરી તેને અંડરઆર્મ્સ પર લગાવવાથી દુર્ગંધ આવતી નથી. 

એક ચમચી જેટલા કોકોનટ ઓઈલમાં ત્રણ ચાર ટીપા ટી-ટ્રી નાખો, અને બરાબર મિક્સ કરી તેને અંડરઆર્મ્સ પર લગાવવાથી દુર્ગંધ આવતી નથી. 

અહીં આપેલી આ હોમ રેમેડી અજમાવવાથી પરસેવાની દુર્ગંધમાંથી રાહત મળે છે. 

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારીત છે, જો તમાને એલર્જી કે અન્ય સમસ્યા હોય તો આ ઉપાયોને અજમાવતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.

Disclaimer