શનિના ગોચરથી આ રાશિઓની શરૂ થશે સાડાસાતી, આ 3 રાશિએ રહેવું સાવધાન
Image - Soical media
વૈદિક જ્યોતિષમાં શનિનું ખૂબ મહત્વ છે. એક રાશિમાં શનિનું ગોચર અઢી વર્ષ સુધી ચાલે છે. અને શનિનો સમયગાળો સાડા સાત વર્ષનો હોય છે જેને શનિની સાડાસાતી કહેવામાં આવે છે.
શનિ કુંભ રાશિ છોડીને 29મી માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. જેની કેટલીક રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર પડશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ચ 2025માં શનિ મીન રાશિમાં જશે. ત્યારે મકર રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે.
બીજી તરફ મેષ રાશિના લોકોમાં શનિની સાડાસાતી શરૂ થશે. અને સાડાસાતીનો બીજો તબક્કો મીન રાશિમાં શરૂ થશે.
આ સાથે જ કુંભ રાશિમાં શનિની સાડાસાતીનું અંતિમ ચરણ શરૂ થશે. તેની અસરથી બચવા માટે તેમણે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ.
જ્યારે શનિ મીન રાશિમાં ગોચર કરશે ત્યારે વૃશ્ચિક રાશિના લોકોનો ઢૈયા સમાપ્ત થશે, ધન રાશિ પર ઢૈયા શરૂ થશે
બીજી તરફ કર્ક રાશિના લોકો માટે શનિ ઢૈયાનો અંત આવશે અને સિંહ રાશિમાં શનિ ઢૈયાની શરૂઆત થશે.