3-4-2024

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

Pic - Freepik

તુલસીના છોડનું હિન્દુ ધર્મમાં એક આગવુ મહત્ત્વ છે.તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં બે પ્રકારની તુલસીની પુજા કરવામાં આવે છે.

ભગવાનને ભોગ ધરાવતા સમયે તેમાં તુલસીના પાન મુકવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર તુલસી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં તેમને તુલસી અર્પણ કરવી જોઈએ.

 ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પણ તુલસીના પાન અર્પણ કરવામાં આવે છે.

પરંતુ ભગવાન શિવ અને ગણપતિને તુલસી પાન ધરાવવામાં આવતા નથી.

શાસ્ત્રો અનુસાર તુલસીને નિયમિત જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

તુલસીના છોડને રવિવાર અને એકાદશીના દિવસે  પાણી ન ચઢાવવું જોઈએ. તેમજ તેના પાનને ચાવી ખાવા ન જોઈએ.