4-4-2024

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

Pic - Freepik

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ તરસ છીપાવવા માટે ઠંડુ પાણી સૌથી મોટી જરૂરિયાત બની જાય છે.જેના પગલે ઘણા લોકો પાણી ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરે છે.

જો તમે પાણી ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરવા માગતા નથી, તો માટીના ઘડામાં રાખવામાં આવેલુ પાણી તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે.

વાસ્તવિકતામાં ઘણા લોકો માને છે કે ફ્રિજના પાણી કરતાં માટીના વાસણમાં રાખેલુ પાણી તરસ છીપાવી દે છે.

ફ્રિજની સાપેક્ષે માટીના વાસણમાં રાખવામાં આવેલુ પાણી પીવાનું વધારે પસંદ કરવામાં આવે છે.

જો તમે ઇચ્છો છો કે પાણી ઠંડું હોય તો માટીના ઘડાને જાડા સુતરાઉ કાપડ અથવા કોથળાથી લપેટી લો.

આ પછી, ચારે બાજુથી પાણી નાખીને ઘડાની ફરતે વીંટાળેલા જાડા સુતરાઉ કાપડ અથવા કોથળાને ભીનું કરો.

માટીના ઘડા ઉપરાંત તાંબાના ઘડામાં પણ પાણી રાખવાથી પાણી ઠંડુ કરવામાં કરે છે.

જો તમે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરો તો સવાર સુધીમાં પાણી એકદમ ઠંડુ થઈ જાય છે.