આ કામણગારી કાઠિયાવાડી યુવતીએ અલ્લુ અર્જુન પાસે લગાવ્યા ઠુમકા

1 JAN 2025

હાલમાં જ આવેલી પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુનની કોરિયોગ્રાફર યુવતી ગુજરાતી છે અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલા મહુવાની છે.

પુષ્પા અને પુષ્પા 2 ફિલ્મમાં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવનારી આ ગુજરાતી કોરિયોગ્રાફર ઊર્વશી ચૌહાણ છે.

સોશિયલ મીડિયા પર ઉર્વશી ચૌહાણ ઉર્વશી અપ્સરાથી જાણીતી છે અને આપને જાણીને નવાઈ લાગશે ઉર્વશી ખુદ પણ અપ્સરા  જેટલી જ સુંદર દેખાય છે.

ઉર્વશીના ડાન્સ સ્ટેપ્સ અને તેની કાયાના મુવ્સ પર લાખો ફેન્સ દિવાના છે. 

ઉર્વશી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને વારંવાર તેના વીડિયો અને ફોટોસ તેમના ફેન્સ માટે શેર કરતી રહે છે. 

ઉર્વશી મૂળ ગુજરાતી પરિવારમાંથી આવે છે. હાલ  ત્રણ પેઢીથી તેમનો પરિવાર મુંબઈમાં રહે છે તેના પિતા જીતુભાઈ ચૌહાણ મુંબઈમાં ઓટોમોબાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. 

જો કે ઉર્વશી તેના મૂળ વતન સાથે પણ જોડાયેલી છે. ખુદ પ્રખ્યાત રામકથાકાર મોરારીબાપુ ઉર્વશીને નામથી ઓળખે છે અને તેને તેમના કરોડો  ફ્લાવર્સમાં ઉર્વશીની પણ ગણના થાય છે.

કોરિયોગ્રાફર ઉર્વશી છેલ્લા 10 વર્ષથી આ ક્ષેત્રે સંકળાયેલી છે અને હવે આ તેઓ એક્ટીંગ પર હાથ અજમાવવા માગે છે. 

ઉર્વશી એક સારી કોરિયોગ્રાફર છે અને તેના ડાન્સ સ્ટેપ્સની તો ખુદ અલ્લુ અર્જુન પણ પ્રશંસા કરી ચુક્યો છે. 

ઉર્વશીએ  પુષ્પા ફિલ્મમાં 'ઉ અંટવા' અને પુષ્પા 2માં કિસીક સોંગમાં  અલ્લુ અર્જુનને ડાન્સના મુવ્સ શીખવ્યા છે.