23-5-2024

ઘરમાં જ ઉગાડો અઢળક ગુણ ધરાવતી વરિયાળી, અપનાવો આ સરળ ટીપ્સ 

Pic - Freepik

આપણે બધા જ જાણીએ છીએ કે વરિયાળીમાં અનેક ગુણો હોય છે.

વરિયાળીનો ઉપયોગ ભારતીય વાનગીઓમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વરિયાળી ખાવાથી આપણું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

આજે અમે તમને જણાવીશું કે ઘરે કૂંડામાં વરિયાળી કેવી રીતે ઉગાડી શકાય.

સૌ પ્રથમ, એક મોટી સાઈઝનું કૂંડુ લો અને તેમાં માટી અને છાણીયુ ખાતર ભેળવીને ભરો.

ત્યાર બાદ વરિયાળીના બીજને કૂંડામાં તે જ રીતે રોપો, જે રીતે ધાણાના છોડને રોપવામાં આવે છે.

વરિયાળીના છોડને સૂર્યપ્રકાશમાં ન રાખો અને તેને દિવસમાં એકવાર પાણી આપો.

વરિયાળીના છોડમાં દર 15 દિવસે જૈવિક ખાતર ઉમેરો અને જંતુના ઉપદ્રવના કિસ્સામાં લેમન ઓઈલનો છંટકાવ કરો.

વરિયાળીના બીજ સિવાય તેના પાન પણ ઉપયોગમાં લઈ શકાય છે.