26.7.2024

ગણેશ ચતુર્થી પર એકદંતને ધરાવો બટાકાની ખીર, આ રહી રેસીપી  

Image - Social Media 

ભગવાન ગણપતિને લાડુ અને મોદક ખૂબ જ પ્રિય છે. પરંતુ તમે તેમણે બટાકાની ખીરનો ભોગ ધરાવી શકો છો. 

ઉપવાસ હોય ત્યારે ગળ્યુ ખાવાની ઈચ્છા થાય છે. ત્યારે તમે બટાકાની ખીર આ સરળ રીતે બનાવી શકો છો.

સૌથી પહેલા બટાકામાં ફરાળી મીઠું નાખીને બાફી લો. ત્યાર બાદ બટાકાને ઠંડા થવા દો.

હવે બટાકાની છાલ ઉતારીને મેશ કરી લો. ત્યારબાદ પેનમાં દૂધ નાખીને  મીડિયમ ફ્લેમ પર ઉકળવા દો.

દૂધ થોડું ઉકળી જાય પછી તેમાં મેશ કરેલા બટાકાને ધીમે ધીમે દૂધમાં ઉમેરો.

આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યારે બાદ તેમાં ખાંડ ઉમેરો.

ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી ઉકળવા દો. ખીરને ધીમી ફ્લેમ પર 10-15 મીનિટ સુધી થવા દો.

જ્યારે ખીર થવાની તૈયારી હોય તેના પહેલા 3-4 મિનિટ પહેલા 1 થી 2 ચમચી ઘી ખીરમાં નાખો.

આ પછી ખીરને બાઉલમાં કાઢો. ત્યારબાદ ઘીમાં શેકાલા ડ્રાય ફ્રુટ નાખી ગાર્નિસ કરો.