05 june, 2024

રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ કેટલા સમય સુધી માન્ય રહે

પ્લેટફોર્મ ટિકિટ કેટલા સમય સુધી માન્ય છે જો તમે તે સમય કરતાં વધુ સમય રોકશો તો તમને દંડ કરવામાં આવશે.

લોકો પોતાના પરિવારના સભ્યોને ટ્રેનમાં બેસાડવા માટે રેલવે સ્ટેશને આવે છે.

જો તમે મુસાફરી ન કરી રહ્યા હોવ, તો રેલવે સ્ટેશન પર જવા માટે પ્લેટફોર્મ ટિકિટ જરૂરી છે.

પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયા છે. તમે તેને ઓનલાઈન પણ ખરીદી શકો છો.

રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ માટે અલગ બારી છે. તમે ત્યાંથી ટિકિટ ખરીદી શકો છો.

રેલવેની અધિકૃત UTS એપ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકાય છે.

પ્લેટફોર્મ ટિકિટ ખરીદ્યા પછી તમે 2 કલાક સુધી સ્ટેશનની અંદર રહી શકો છો.

રેલવે સ્ટેશન પર 2 કલાકથી વધુ સમય રોકાવા પર 250 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.

દંડની સાથે નજીકના રેલવે સ્ટેશન સુધીનું ભાડું પણ વસૂલવામાં આવે છે.