05 june, 2024

હવે મોદી અને મેલોનીની મિત્રતા વધુ ગાઢ બનશે ! 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત NDA ગઠબંધનની વધુ મત સાથે લોકસભા ચૂંટણીમાં જીત થઈ છે.

મહત્વનું છે કે આ જીતને લઈ દુનિયાના અનેક નેતાઓએ મોદીને શુભકામના આપી છે.

આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીના ખાસ મિત્ર કહેવાતા એવા જ્યોર્જિયા મેલોનીએ એક ફોટો શેર કર્યો છે.

આ તસવીરમાં તેમણે કેપ્શન પણ આપ્યું છે. જેમાં તેમણે PM મોદીને ચૂંટણી જીતવા અભિનંદન પાઠવ્યા છે.

આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે નવી ચૂંટણીની જીત માટે અને સારા કામ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ.

નિશ્ચિત છે કે અમે ઇટાલી અને ભારતને એક કરતી મિત્રતાને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

અમારા રાષ્ટ્રો અને અમારા લોકોની સુખાકારી માટે અમને બંધાયેલા વિવિધ મુદ્દાઓ પર સહકારને અપેક્ષા છે.

એટલે ચોક્કસ જ્યોર્જિયા મેલોની PM મોદી સાથે ભારત અને ઈટાલીના સંબંધો અંગે પણ આ મોટી વાત કહી શકાય.