03 june, 2024

શેરબજારમાં કાવ્યા મારનના ફેવરિટ સ્ટોકે કર્યો કમાલ

જ્યારથી IPL પૂર્ણ થઈ છે ત્યારથી કાવ્યા મારન ઘણી ચર્ચામાં છે.

કાવ્યા મારન સનરાઈઝર્સ હૈદરાબાદની CEO છે.

IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ KKRનો સામનો કરી હતી અને હારી ગઇ હતી.

જો આપણે કાવ્યા મારનના ફેવરિટ સ્ટોક વિશે વાત કરીએ તો તેના પિતાની કંપની સન ટીવી નેટવર્ક છે.

કાવ્યા મારનના મનપસંદ સ્ટોક સન ટીવી નેટવર્કમાં સોમવારે 2.75 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

BSEના ડેટા અનુસાર સોમવારે સન ટીવી નેટવર્કનો શેર રૂપિયા 674.75 પર બંધ થયો હતો.

ટ્રેડિંગ સેશન દરમિયાન સન ટીવી નેટવર્કનો શેર રૂપિયા 683.20ની દિવસની ટોચે પહોંચ્યો હતો.

સન ટીવી નેટવર્કના શેરમાં વધારાને કારણે કંપનીના એમકેપમાં રૂપિયા 709.35 કરોડનો વધારો થયો છે.

BSE ડેટા અનુસાર, સન ટીવી નેટવર્કનું માર્કેટ કેપ હાલમાં રૂપિયા 26,590.86 કરોડ છે.