3.6.2025

Plant In Pot : છોડમાં વધારે પાણી અને ખાતર પડી જાય તો શું થાય ? જાણો

Image -  Soical media 

આજકાલ આપણા દેશમાં મોટાભાગના લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે છોડ ઉગાડતા હોય છે.

તમારા છોડની સારી સંભાળ રાખવા માટે તેમાં નિયમિતપણે ખાતર આપવું જોઈએ.

ખાતર અને પાણી છોડ માટે જેટલા ફાયદાકારક છે તેટલા જ નુકસાન પણ પહોંચાડી શકે છે.

વધુ પડતા ખાતરને કારણે છોડને નુકસાન થવાનું જોખમ રહેલું છે. તેથી સાચી માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જ્યારે ખાતરનું પ્રમાણ વધે છે, ત્યારે માટીમાં પોષક તત્વોનું સંતુલન બગાડે છે.

વધુ પડતું ખાતર નાખવાથી પાંદડા બળી જાય છે, જે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને અટકાવે છે.

આ છોડના વિકાસને નોંધપાત્ર રીતે ધીમું કરી શકે છે. ખાતરમાં નાઇટ્રોજન હોય છે. વધારે નાઇટ્રોજન ફૂલો માટે હાનિકારક છે.

વધુ પડતું પાણી આપવાથી કુંડાના છોડ પણ સડી જાય છે, તેથી પાણીના નિકાલનું ખાસ ધ્યાન રાખો અને યોગ્ય માત્રામાં જ સિંચાઈ કરો.