22.5.2025

Plant In Pot : છોડ માટે ઘરે બનાવો જંતુનાશક સ્પ્રે, જાણો સરળ ટીપ્સ

Image -  Soical media 

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને ઘરે છોડ ઉગાડવાનો શોખ હોય છે.

ઘરે ઉગાડેલા છોડને સ્વસ્થ રાખવા માટે તેની વિશેષ કાળજી રાખવી જોઈએ.

આજે તમારા રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓથી જંતુનાશક સ્પ્રે બનાવવાની પદ્ધતિ જણાવીશું.

દરેક ઘરના રસોડામાં વિનેગર સરળતાથી મળી રહે છે.

વિનેગરમાંથી ઘરે બનાવેલા બગ સ્પ્રે અથવા જંતુનાશક બનાવવા માટે, તમારે 1 કપ સફેદ વિનેગરની જરૂર પડશે.

આ વિનેગરને 3 કપ સાદા પાણીમાં મિક્સ કરો. જો તમે ઈચ્છો તો, તમે તેમાં અડધી ચમચી ડીશ વોશિંગ લિક્વિડ પણ ઉમેરી શકો છો.

આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. પછી આ દ્રાવણને સ્પ્રે બોટલમાં ભરો.

જંતુઓથી બચવા માટે છોડ પર વિનેગરમાંથી બનાવેલ જંતુનાશક દવાનો છંટકાવ કરો.