8.5.2025

Plant in pot : છોડના વિકાસ માટે બનાવો લીમડાનું ફર્ટિલાઈઝર, અપનાવો આ ટીપ્સ 

Image -  Soical media 

લીમડામાંથી ઘરે લિક્વીડ ફર્ટિલાઈઝર બનાવી શકાય છે. તે છોડ માટે ખૂબ જ સારું છે.

આજે અમે તમને લીમડાના પાનમાંથી લિક્વીડ ફર્ટિલાઈઝર કેવી રીતે બનાવવું તે જણાવીશું.

લીમડાનું ખાતર બનાવવા માટે લીમડાના પાન લો.

હવે લીમડાના પાનને એક બાઉલમાં આખી રાત પલાળી રાખો.

પછી બીજા દિવસે સવારે લીમડાના પાનનું આ પાણી બીજા બાઉલમાં લો.

હવે આ પાંદડાઓને બીજા બાઉલમાં નાખો, નવું પાણી ઉમેરો અને ગેસ પર ઉકાળી લો.

જ્યારે પાંદડા ઉકળી જાય, ત્યારે તેનું પાણી પહેલા બાઉલના પાણીમાં ગાળી લો. પછી આ બાઉલમાં પાણી ઠંડુ કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો.

હવે આ લિક્વીડ ફર્ટિલાઈઝર છોડ પર છાંટો, ધ્યાનમાં રાખો કે આ ખાતર અઠવાડિયામાં ફક્ત એક જ વાર છાંટો.