26.5.2025

Plant In Pot : ઈન્ડોર પ્લાન્ટમાં ક્યારે, કેવી રીતે અને કેટલું ખાતર ઉમેરવું જોઈએ ?

Image - Social media 

તમારા ઘરને સુંદર બનાવવા માટે ઇન્ડોર પ્લાન્ટ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઈન્ડોર પ્લાન્ટ ઘરની સુંદરતા તો વધે છે જ, આ સાથે તાજગીનો અહેસાસ પણ જળવાઈ રહે છે.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ઈન્ડોર પ્લાન્ટમાં ખાતર કેવી રીતે અને ક્યારે ઉમેરવું.

ઈન્ડોર પ્લાન્ટ અને આઉટ ડોર પ્લાટની જરૂરિયાતો અલગ અલગ હોય છે અને તેમની સંભાળ રાખવાની પદ્ધતિઓ પણ અલગ અલગ હોય છે.

ઈન્ડોર પ્લાન્ટને વધારે ખાતરની જરૂર હોતી નથી. દર મહિને તેમાં ખાતર ઉમેરી શકો છો.

છોડમાં ખાતર ઉમેરતા પહેલા, માટી ખોદી લેવી.

જેથી છોડના મૂળ સુધી ઓક્સિજનનું સ્તર પણ સારું રહેશે.

ઈન્ડોર પ્લાન્ટમાં ખાતર ફક્ત સવારે કે સાંજે નાખો અને ખાતર ઉમેર્યાના 8-10 કલાક પછી જ પાણી આપો.