29.5.2025

Plant In Pot : કાચની બરણીમાં છોડ ઉગાડતા પહેલા રાખો આ બાબતનું ધ્યાન

Image -  Soical media 

ઘર અને ઓફિસની સુંદરતા વધારવા માટે, તમે કાચની બરણીમાં છોડ વાવી શકો છો.

કાચની બરણીમાં છોડ રોપવો સરળ છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

જ્યારે પણ તમે કાચની બરણીમાં છોડ રોપવા માંગતા હો, ત્યારે હંમેશા પહોળા મો વાળુ વાસણ ખરીદો.

તમે કાચની બરણીમાં ઓછા પાણીની જરૂર હોય તેવા છોડ વાવી શકો છો. જેમ કે કેક્ટસ, સુક્યુલન્ટ્સ, મની પ્લાન્ટ અને કોઈન પ્લાન્ટ.

હવે બરણીમાં માટી સાથે થોડી રેતી ભેળવીને માટીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ માટીમાં છોડ રોપી દો,

 છોડમાં પાણી આપતી વખતે, એક વાત ધ્યાનમાં રાખો કે જ્યારે માટી સૂકી લાગે ત્યારે જ પાણી આપો.

કાચની બરણીમાં છિદ્રો હોતા નથી, તેથી યોગ્ય ડ્રેનેજ માટે તમે બરણીના તળિયે નાના કાંકરા મૂકી શકો છો. આ પાણીને એકઠું થતું અટકાવવામાં અને મૂળને સડવાથી બચાવવામાં મદદ કરશે.

કાચના બરણીમાં ઉગાડવામાં આવતા છોડને સીધા સૂર્યપ્રકાશથી સુરક્ષિત રાખવા જોઈએ કારણ કે તેનાથી તાપમાન વધી શકે છે, જેના કારણે છોડ સુકાઈ શકે છે.