30.4.2025

Plant in pot : ઘરે ઉગાડો આ છોડ, સાપ રહેશે કોસો દૂર

Image -  Soical media 

છોડની આસપાસ હંમેશા સાપનો ભય રહે છે. ઉનાળો હોય કે શિયાળો સાપ હંમેશા છોડની આસપાસ ફરતા જોવા મળે છે.

ચોમાસામાં પણ ખેતરો, રસ્તાઓની આસપાસ સાપ ફરતા જોવા મળે છે.

પરંતુ કેટલાક છોડ ઉગાડવાથી સાપ ખેતરમાં કે ગાર્ડનમાં ફરતા નથી.

આ છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેની ગંધના કારણે તેની આસપાસ સાપ ફરતા નથી.

તમે ઘરે ધનંતર નામનો છોડ ઉગાડી શકો છો. તેને ઉગાડવો ખૂબ જ સરળ હોય છે.

ધનંતર છોડને કટીંગ દ્વારા અથવા બીજથી પણ ઉગાડી શકો છો. તેને માટીમાં 3 ઈંચની ઊંડાઈએ ઉગાડી શકો છો.  

આ છોડમાં છાણિયું ખાતર ઉમેરી શકો છો. જેથી તે ઝડપથી વૃદ્ધી પામશે.

તેના પાંદડાઓની તીવ્ર ગંધથી સાપ અને ઝેરી જીવો ભાગી જાય છે.