6.7.2025

Plant In Pot : કિચન ગાર્ડનમાં ઉગાડો હળદરનો છોડ, બજારમાંથી ખરીદવાની જરુર નહીં પડે

Image -Soical media 

હળદર સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછી નથી. વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સૌથી સસ્તો અને અસરકારક રસ્તો હળદરનું સેવન છે.

જો તમે બીજ અથવા કંદમાંથી હળદરનો છોડ રોપવા માંગતા હોવ, તો તમને બજારમાંથી બીજ સરળતાથી મળી જશે.

તમે આ બીજને કૂંડામાં અથવા કોઈપણ મોટા પ્લાસ્ટિક બોક્સમાં વાવી શકો છો.

આ માટે, કુંડામાં 60%  માટી + 30% છાણીયું ખાતર + 10% રેતી અથવા કોકોપીટ ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે બીજ અથવા ગઠ્ઠાને 2-3 ઇંચની માટીની ઊંડાઈએ મૂકો, અંકુર ફૂટતો ભાગ ઉપરની તરફ હોવો જોઈએ. ભેજ જાળવવા માટે જમીનને નિયમિતપણે પાણી આપો.

તમે હળદરના છોડને તેના કાપેલા ટુકડામાંથી પણ વાવી શકો છો.

આ માટે, તમારે ફક્ત આ રીતે કુંડામાં છોડના કટીંગને રોપવાનું રહેશે.

દર 10-15 દિવસે કાર્બનિક ખાતર ઉમેરો. હળદરનો પાક 8-10 મહિનામાં તૈયાર થઈ જશે. જ્યારે પાંદડા પીળા થઈ જાય અને સુકાઈ જાય, ત્યારે હળદર કાઢી નાખો.