Plant In Pot : ઘરમાં ઉગાડો ઓક્સિજનથી ભરપૂર આ 6 છોડ, વાતાવરણ રહેશે સ્વચ્છ
Image -Soical media
ઔષધીય ગુણોથી ભરપૂર કેટલાક છોડ ઘરની સુંદરતામાં વધારો તો કરે છે , સાથે સાથે પર્યાવરણને પણ શુદ્ધ કરે છે.
એલોવેરાનો છોડ ત્વચા, સ્વાસ્થ્ય અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે પાચનમાં સુધારો કરે છે, ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે અને હવાને શુદ્ધ કરે છે.
મીઠા લીમડાના પાંદડા અને છાલનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ, ડાયાબિટીસ અને પાચન સંબંધિત સમસ્યાઓના ઉપચાર માટે થાય છે.
મીઠા લીમડાનો છોડ ઘરની હવામાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વોને દૂર કરે છે.
ફુદીનો આ એક તાજગી આપતો છોડ છે. તે પાચનક્રિયા સુધારે છે. ફુદીનાના પાનનો ઉપયોગ ચા, ચટણી, સલાડ અને ઉકાળો બનાવવામાં થાય છે. આ ઉપરાંત, તે ઘરમાં ઠંડક અને તાજગી જાળવી રાખે છે.
અશ્વગંધા શરીરને ઉર્જા આપે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. તેને ઘરે લગાવવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ગિલોયને આયુર્વેદની સંજીવની માનવામાં આવે છે, ગિલોય રોગપ્રતિકારક શક્તિ વધારવા, તાવ ઘટાડવા અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેનો વેલો ઘરે સરળતાથી ઉગાડી શકાય છે.
આયુર્વેદમાં તુલસીના છોડને તમામ રોગોનો ઈલાજ માનવામાં આવે છે, કારણ કે તે શરદી, ખાંસી, તાવ મટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.