14.6.2025

Plant In Pot : ઘરે જ ઉગાડો રોઝમેરીનો છોડ, અપનાવો આ ટીપ્સ

Image -  Getty Images and Unsplash

રોઝમેરીના છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો.

જેથી છોડમાં નાખવામાં આવતુ પાણી માટીમાં ભરાઈ ન રહે. ત્યાર બાદ સારી ગુણવત્તાની માટી લો.

માટીમાં સારી ગુણવત્તાનું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર કરેલી માટી કૂંડામાં ભરી લો.

ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને માટીને બરાબર ભીની કરી લો. હવે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો.

માટીમાં 4-5 ફૂટની ઉંડાઈએ બીજ છૂટા છૂટા મૂકી તેના પર માટી નાખી દો. ત્યાર બાદ તેના પર થોડું પાણી ઉમેરો.

રોઝમેરી વાવવામાં આવેલા કૂંડાને એવી જગ્યાએ મૂકો. જ્યાં છોડને આશરે 6 થી 8 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે.

રોઝમેરીના છોડને વધારે પાણી કે વધારે ખાતરની જરુર પડતી નથી. રોઝમેરીની યોગ્ય વૃદ્ધિ માટે કૂંડામાંથી નીંદણને દૂર કરતા રહો.

આશરે 2 થી 3 મહિનામાં છોડ લીલો થઈ જશે અને તેમાંથી ફૂલો પણ દેખાવા લાગશે. છોડના પાંદડા લીલા રાખવા માટે નિયમિત પાંદડા કાપતા રહો.જંતુનાશક દવાનો છંટકાવ કરો.