29.6.2025

Plant In Pot : કૂંડા અને માટી વગર જ બોટલમાં લેમનગ્રાસ આ રીતે ઉગાડો

Image -Soical media 

જો તમે તમારા ઘરમાં સરળતાથી લેમનગ્રાસ ઉગાડવા માંગતા હો, તો આ પદ્ધતિ અપનાવો

ઘરે પડેલી નકામી પ્લાસ્ટિકની અથવા કાચની બોટલમાં સરળતાથી લેમનગ્રાસ ઉગાડી શકો છો.

ઘરમાં પડેલી પહોળા મોંવાળી પ્લાસ્ટિક કે કાચની બોટલ લો અને તેને સારી રીતે સાફ કરો.

બોટલમાં અડધે સુધી સ્વચ્છ પાણી ભરી લો. પછી લેમનગ્રાસના દાંડી પાણી ડૂબે તે રીતે મુકો.

તમે એક જ બોટલમાં એક કરતા વધારે ડંઠલ રાખી શકો છો. પરંતુ અડધુ જ પાણી ઉમેરો. વધારે પાણી ના ઉમેરો.

બોટલને ઘરમાં સારી પ્રકાશવાળી જગ્યાએ રાખો; તેને ઓછામાં ઓછા 6 થી 8 કલાક સૂર્યપ્રકાશની જરૂર હોય છે.

જો ઘરમાં સૂર્યપ્રકાશ ન હોય અથવા વરસાદની ઋતુ હોય, તો તમે ગ્રો લાઇટનો ઉપયોગ કરી શકો છો.

એક થી બે અઠવાડિયામાં, કંદમાંથી નાના મૂળ ઉગવા લાગશે અને થોડા દિવસોમાં લેમનગ્રાસ નીકળવાનું શરૂ થશે.