Plant In Pot : લવંડરનો છોડ ઘરે ઉગાડો, આ રહી સરળ ટીપ્સ
Image - Freepik
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવાનો અને છોડ ઉગાડવાનો શોખ હોય છે.
લવંડરનો છોડ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. આ ઉપરાંત લવંડરનો છોડ ઘરે ઉગાડવાથી મચ્છર દૂર રહે છે.
ઘરે લવંડરનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો.
હવે સારી ગુણવત્તાની માટીમાં છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી કૂંડામાં ભરી લો.
તમે લવંડરનો છોડ બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ લાવીને પણ ઉગાડી શકો છો.
તમે કૂંડામાં 3-4 ઈંચ ઉંડાઈએ લવંડરના બીજ અથવા છોડ રોપી તેના પર માટી નાખો.
લવંડર છોડને દરરોજ 6-8 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ આ છોડને રાખો.
તેમજ છોડમાં ઉચિત માત્રામાં પાણી નાખો.જેથી લવંડરના છોડમાં ફૂગ ન લાગે. છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.