6.6.2025

Plant In Pot : માટી વગર જ ઘરે ઉગાડો ચિયા સિડ્સ

Image -  Freepik

મોટાભાગના લોકો ઘરે છોડ ઉગાડતા હોય છે. તો આજે ચિયા સિડ્સ કેવી રીતે ઉગાડાય તે જાણીશું.

ચિયા  સિડ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તેમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન મળી આવે છે.

તમે પાણીની મદદથી વાસણમાં અથવા માટી વગર સરળતાથી ચિયા સિડ્સ ઉગાડી શકો છો.

ચિયા સિડ્સ માટી સાથે અને માટી વગર પણ ઉગાડી શકાય છે.

જો તમે માટી વગર ચિયા સિડ્સ ઉગાડવા માગતા હોય તો પહેલા એક વાસણમાં ટીશ્યુના ડબલ લેયરથી ઢાંકી દો.

હવે ટીશ્યુ પેપર પર ચિયા સિડ્સ મૂકો. તેને દરરોજ પાણી આપતા રહો.

થોડા સમય પછી સિડ્સ તૈયાર થઈ જશે, જે તમે ખાઈ શકો છો.