15.5.2025

Plant In Pot : ઘરમાં ઉગાડો મધુમાલતીનો છોડ, બાલ્કનીની શોભા વધારશે

Image -  Soical media 

આજકાલ લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના સુશોભન છોડ ઉગાડે છે.

હવે ઘરને સજાવવા માટે લોકો કૃત્રિમ ફૂલોને બદલે વાસ્તવિક ફૂલો વાવવાનું પસંદ કરે છે.

આજે અમે તમને એક ખાસ ફૂલ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા ગેટ કે બાલ્કનીને સુંદર બનાવશે.

સુંદર દેખાતા મધુમાલતી ફૂલ વિશે વાત કરી રહ્યા છીએ. આ વેલાના છોડ છે, તેમની ડાળીઓ દૂર દૂર સુધી ફેલાયેલી હોય છે.

મધુમાલતીના ફૂલો સફેદ, ગુલાબી, અને ઘેરા લાલ રંગના હોય છે. આ કોઈપણ પ્રકારની માટીમાં ઉગાડી શકાય છે.

એક છોડ અથવા કટીંગ લાવો અને તેને ફળદ્રુપ જમીનમાં મોટા કુંડામાં વાવો. માટીમાં ભેજ જાળવવા માટે, દર 2-3 દિવસે પાણી આપો.

મધુમાલતીના વેલાને ચઢવા માટે લાકડીનો ટેકો આપો.

મહિનામાં એકવાર તેમાં છાણિયું ખાતર અથવા વર્મીકમ્પોસ્ટ ઉમેરો અને તેને 6-8 કલાક માટે સંપૂર્ણ સૂર્યપ્રકાશવાળી જગ્યાએ રાખો.