19.2.2025

Plant In Pot : હવે ઘરે કૂંડામાં જ ઉગાડો મરી ! આ રહી સૌથી સરળ ટીપ્સ

Image - Freepik\ Social media 

મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. તેઓ ઘરે જ અવનવા છોડ ઉગાડવાનું પસંદ કરતા હોય છે.

કાળા મરીને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો.

કૂંડામાં સૂકી અને છૂટી માટીમાં રેતી અને થોડું વર્મીકમ્પોસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો.

ત્યારબાદ માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ મરીના બીજ મુકી તેના પર માટી નાખી દો.

હવે માટીમાં જરુર અનુસાર થોડુ થોડુ પાણી ઉમેરતા રહો. ધ્યાન રાખો કે વધારે પાણી ન પડી જાય.

મરી ઉગાડેલા કૂંડાને ઓછામાં ઓછો 7 થી 8 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખો.

અઠવાડિયામાં 2-3 વાર છોડને પાણી આપો. આ ઉપરાંત એક મહિનામાં અંતરાલ  પર વર્મીકમ્પોસ્ટ ઉમેરતા રહો.

કાળા મરી લગભગ 3-4 વર્ષમાં ઉગવાનું શરુ થઈ જશે.