12.3.2025

Plant in pot : ઉનાળામાં પણ ફુલો ભરપૂર ઉગશે, ઘરે ઉગાડો આ છોડ

Image -  Soical media 

તમારા બગીચાને ફૂલોથી ભરેલો રાખવા માગતા હોવ તો તમે પણ આ છોડ ઘરે ઉગાડી શકો છો.

જે છોડને સૂર્યપ્રકાશ વધારે પ્રમાણમાં જોઈએ છે તેવા છોડ ઉગાડવા લાભકારક છે.

જેથી ઉનાળામાં આ પ્રકારના છોડની કાળજી ઓછી રાખવી પડે છે.

લવન્ડરના છોડને તમે ઘરે ઉગાડી શકો છો. આ છોડને સૂર્યપ્રકાશ વધારે જોઈએ છે. તેથી તે સારી રીતે ઉગી શકે છે.

ગલગોટાનો છોડ જીવાતોને ભગાડવામાં મદદરૂપ થાય છે અને બીજમાંથી સરળતાથી ઉગે છે. સૂર્યપ્રકાશની સાથે તેમને યોગ્ય માત્રામાં પાણીની પણ જરૂર હોય છે.

મોટાભાગના સૂર્યમુખીના છોડ દુષ્કાળ અને તીવ્ર સૂર્યપ્રકાશ સહન કરી શકે છે. આ તમારા બગીચા માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.

Petuniasના છોડને ફક્ત સૂર્યપ્રકાશ અને દૈનિક પાણી આપવાની જરૂર છે. પછી તે તમારા બગીચાને સરળતાથી સુંદર રાખશે.

Pansyના છોડને થોડો સૂર્યપ્રકાશ અને થોડો છાંયો જોઈએ છે. પતંગિયા પણ આ છોડ તરફ આકર્ષાય છે. તેથી ઘરની શોભામાં વધારો થાય છે.