3.5.2025

Plant in pot : છોડથી કોસો દૂર રહેશે જીવડાં, અપનાવો આ ટિપ્સ

Image -  Soical media 

ઘણીવાર જીવડાં છોડને ખરાબ કરતા હોય છે. આવી સ્થિતિમાં સમયસર જીવડાંને દૂર રાખવા જરુરી છે.

છોડમાં જંતુઓને દૂર રાખવા માટે રાસાયણિક જંતુનાશક દવાઓને બદલે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરો.

લવંડર, ગલગોટો, સૂર્યમુખી સહિતના ફૂલ પર જીવડાં વધારે જોવા મળતા હોય છે.

જૈવિક ખાતર અને કંપોસ્ટ ખાતરનો ઉપયોગ કરો. સારું ખાતર અને માટી છોડને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

લીમડાનું તેલ, વિનેગર, લીંબુ અને સાબુમાંથી બનાવેલા સ્પ્રેનો ઉપયોગ કરવાથી જીવડાં દૂર રહે છે.

કેટલાક છોડ એકસાથે વાવવાથી, જંતુઓ આપમેળે દૂર રહે છે.

છોડ પર નેટ ઢાંકવાથી પણ જીવડાં દૂર રહે છે.

છોડની આસપાસ પડેલા સુકાયેલા પત્તા અને કચરાને સાફ કરતા રહેવું જોઈએ. જેથી જીવડાં ત્યાં ન રહે.