11.4.2025

Plant in pot : જાસુદના છોડમાં નાખો માત્ર આ એક સફેદ વસ્તુ, ક્યારેય ફૂલો ખૂટશે નહીં

Image -  Soical media 

આજકાલ મોટાભાગના લોકોના ઘરે કિચન ગાર્ડન હોય છે. પરંતુ ઉનાળામાં યોગ્ય કાળજી ન લેવાથી છોડ સુકાઈ જાય છે.

જાસુદના ફુલ ઘરની સુંદરતામાં વધારો કરે છે. તેમજ ભગવાનને ચઢાવવામાં આવે છે.

ઉનાળાની ઋતુમાં જાસુદના ફૂલો અને પાંદડાઓનો વિકાસ અટકી જાય છે.

ઘણી વખત બદલાતા હવામાનને કારણે છોડનો વિકાસ અટકી જાય છે. છોડના પાંદડા પીળા થઈ જાય છે, અને ફૂલો પણ સુકાઈ જાય છે.

એક લિટર ગરમ પાણીમાં ફટકડી ઉમેરો. ત્યારબાદ ફટકડીને સારી રીતે ઓગળવા દો.

આ પાણી છોડમાં નાખવાથી ફંગલ ચેપ દૂર થાય છે અને પાંદડા હંમેશા લીલા રહે છે. તેનો ઉપયોગ 15 દિવસમાં એકવાર કરવો જોઈએ.

જાસુદના છોડના સારા વિકાસ માટે, તમે ફટકડીનો પાવડર બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ઉનાળામાં જાસુદના છોડ પર સીધો તડકો ન પડે તેનું ધ્યાન રાખવું.