23.5.2025

Plant In Pot : ઘરે ઉગાડો અળસીનો છોડ, આ રહી સરળ ટીપ્સ 

Image -  Soical media 

અળસી ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાની માટી લો.

તેમાં કાંકરા હોય તો તેને દૂર કરી તેમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને થોડા સમય તડકામાં મુકો.

હવે માટી તૈયાર થઈ જાય ત્યારે તેમાં અળસી બીજ 1-2 ઈંચની ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી પાણી નાખો.

ત્યાર બાદ કૂંડાને ઢાંકી 2-3 દિવસ રહેવા દો. જેથી આ બીજ અંકુરિત થઈ જશે.ધ્યાન રાખો કે અળસીના છોડને ઉનાળામાં ન ઉગાડો.

અળસી સારી રીતે ઉગવા લાગે તે માટે 5 થી 8 દિવસ સુધી નિયમિત પાણી આપો.

આ સાથે ધ્યાન રાખો કે અળસીમાં વધારે પાણી ન પડી જાય નહીંતર આ છોડ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે.

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.

(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )