18.5.2025

Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન

Image -  Soical media 

વૃક્ષો અને છોડના વિકાસ માટે ખાતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ છોડમાં ખાતર નાખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે.

જો તમે કિચન ગાર્ડનિંગ કરો છો. તો તમારા ઘરે ઉગાડેલા છોડમાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.

 રસાયણમુક્ત રીતે ઉગાડવામાં આવતા ફળો, શાકભાજી અને મસાલાઓની ગુણવત્તા વધુ સારી હોય છે.

જે છોડને દરરોજ પાણી આપવાની જરૂર નથી તેમાં તમે કોકોપીટ ઉમેરી શકો છો.

જો છોડ 6 થી 8 ઈંચ ઊંચાઈ ધરાવતો હોય તો તેમાં 1-2 ચમચીથી વધુ ખાતર આપવું ન જોઈએ.

 છોડમાં ખાતર ઉમેરતા પહેલા પાણી આપવું જોઈએ.જેથી ખાતર સરળતાથી માટીમાં ઓગળી જાય છે.

આમ કરવાથી છોડમાં ખાતરનું પોષણ યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં મળે છે.

છોડને ઓછામાં ઓછા 8 કલાક માટે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવો જોઈએ.