8.6.2025

Plant In Pot : છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ

Image -  Freepik

કેટલીક વખત છોડની કાળજી લેવા છતાં તે સુકાઈ જતો હોય છે.

આવી સ્થિતિમાં, શક્ય છે કે છોડમાં પોષણનો અભાવ ન હોય પણ માટીમાં ઓક્સિજન ઓછો થઈ ગયો હોય.

તેથી, આજે અમે તમને રિપોટિંગની સરળ અને સાચી પદ્ધતિ જણાવી રહ્યા છીએ.

વર્ષો સુધી એક જ છોડને કુંડામાં વાવીને સતત પાણી આપવાથી માટી કઠણ બને છે. આવી સ્થિતિમાં માટીને ખોદીને પોંચી કરવી જરુરી છે.

કુહાડી અથવા તીક્ષ્ણ વસ્તુની મદદથી કુંડાની માટીને ખોદીને પોંચી કરી લો.

જો કુંડામાં માટી થોડી ખોદી નાખવામાં આવે તો ઓક્સિજન સીધો છોડના મૂળ સુધી પહોંચશે.

નીંદણ કાઢતી વખતે, ધ્યાનમાં રાખો કે છોડના મૂળ કોઈપણ રીતે નુકસાન ન પહોંચે.

આ રીતે, તમે દર મહિને એકવાર કુંડાની માટીને ખોદીને પોચી કરી શકો છો.