18.2.2025

Plant In Pot : રીંગણનો છોડ વારંવાર સુકાઈ જાય છે ? આ ટીપ્સ અપનાવી ઘરે ઉગાડો

Image - Freepik\ Social media 

મોટાભાગના લોકોને કિચનગાર્ડનનો શોખ હોય છે. પરંતુ કેટલીક ભૂલના કારણે છોડ સુકાઈ જાય છે.

આજે અમે તમને રાસાયણિક ખાતરો વિના જ છોડ ઉગાડી શકો છો.

હવે એક મોટું કૂંડુ લો. ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોય જેથી પાણી ભરાઈ ન રહે.

કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે 3-4 ઈંચની ઊંડાઈએ રીંગણના સારી ગુણવત્તાના બીજ મુકી તેના પર માટી નાખો.

છોડમાં નિયમિત પાણી આપો. પરંતુ ધ્યાન રાખો કે તેમાં વધારે પાણી ન પડી જાય.

છોડને ઓછામાં ઓછા 6-7 કલાક સૂર્યપ્રકાશમાં રાખવાથી છોડની વૃદ્ધી સારી થઈ શકે છે.

હવે છોડમાં દર 15 દિવસે છાણિયું ખાતર ઉમેરો. તેમજ લીમડાનું તેલ છાંટો જેથી છોડ પર જીવાત ન પડે.