Plant In Pot : ઘરે અળવીનો છોડ ઉગાડવા અપનાવો સરળ ટીપ્સ, જાણો

Image -AI

11.11.2025

કિચન ગાર્ડનમાં વિવિધ પ્રકારના છોડ ઉગાડી શકાય છે. તો આજે અમે તમને જણાવીશું કે અળવીનો છોડ ઘરે ઉગાડતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.  

થોડા દિવસો માટે અળવીની ગાંઠને સૂકી જગ્યાએ સંગ્રહિત કરો. રેતી, ખાતરને માટીમાં મિક્સ કરો.

અળવીની ગાંઠને લગભગ 2-3 ઇંચ ઊંડો રાખો, ઉપરનો ભાગ ઉપર તરફ રાખીને અંકુર ફૂટવા માટે સરળ રહે.

અળવીના છોડને ઓછામાં ઓછા 7-8 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. તીવ્ર અને ઠંડા પવનથી દૂર  રાખો.

છોડના વાવેતર પછી તરત જ છોડને પાણી આપો અને મધ્યમ ભેજનું સ્તર જાળવી રાખો. વધુ પડતું પાણી આપવાથી કંદ સડી શકે છે.

દર 15-20 દિવસે છાણિયું ખાતર અથવા વર્મીકમ્પોસ્ટ ઉમેરો. જીવાતો અને રોગોથી બચવા માટે, છોડ પર લીમડાનું તેલ છાંટો.

વાવણીના બે મહિનાની અંદર અળવીના પાંદડા દેખાય છે.

આ લણણી કરી અને ઉપયોગ કરી શકાય છે. લગભગ 5-6 મહિના પછી  માટી ખોદી કાઢો તૈયાર થયેલા કંદને બહાર કાઢી શકો છો.