23.2.2025

Plant In Pot : જાયફળ ઘરે ઉગાડવાની સરળ ટીપ્સ

Image - Freepik\ Social media 

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો કિચનગાર્ડનનો શોખ ધરાવે છે. ત્યારે તમે ઘરે જ જાયફળને ઉગાડી શકો છો.

જાયફળને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોવું જોઈએ. માટીમાં પાણી ન ભરાઈ રહે.

હવે બે મુઠ્ઠી રેતી, બે મુઠ્ઠી વર્મી કમ્પોસ્ટ, ચાર મુઠ્ઠી કોકોપીટ અને થોડી માટી ઉમેરી બરાબર મિક્સ કરો.

માટી તૈયાર થઈ જાય એટલે કૂંડામાં ભરી લો. હવે કૂંડામાં 2-3 ઈંચની ઊંડાઈએ જાયફળના બીજ મુકો.

ત્યારબાદ તેના પર માટી નાખી પાણી છાંટો અને ધ્યાન રાખો કે પાણી વધારે ન પડી જાય.

કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં થોડો છાંયો હોય અને સીધો સૂર્યપ્રકાશ આવતો ન હો.

આ સિવાય જાયફળના છોડમાં દર મહિને એક વખત ઓર્ગિનક ખાતર નાખો.

જાયફળના છોડ પર આશરે એક વર્ષ પછી ફળ આવશે. જેથી છોડની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરુરી છે.