28.2.2025
Plant in pot : મની પ્લાન્ટમાં પાણી સાથે આ વસ્તુ ઉમેરી નાખો, થશે ઝડપી વૃદ્ધિ
Image - Soical media
મની પ્લાન્ટ દરેક ઘરની સુંદરતામાં વધારો કરે છે. લોકો આ છોડને ગુડલક સાથે પણ જોડે છે.
ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા લોકોના ઘરે મની પ્લાન્ટ સારી રીતે ઉગતા નથી અને નવા પાંદડા પણ ઉગતા નથી.
છોડની સંભાળ રાખવાની સાથે તેને સારું ખાતર આપવું પણ ખૂબ જ મહત્ત્વનું છે.
તો આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવી રહ્યા છીએ જે મની પ્લાન્ટને ઝડપી ઉગવામાં મદદ કરશે.
આ વસ્તુ તમને તમારા ઘરમાં સરળતાથી મળી જશે. ચોખાનો સ્ટાર્ચ એટલે કે ઓસામણનો ઉપયોગ કરી શકો છો. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે છોડ માટે ખાતરનું કામ કરે છે.
ચોખાના ઓસામણમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક અને પોટેશિયમ હોય છે જે મની પ્લાન્ટના પાંદડાને લીલા રાખે છે.
ઓસામણને ઠંડુ કરો અને તેને પાણીમાં ભેળવો. આ ખાતરને સ્પ્રે બોટલમાં ભરીને મની પ્લાન્ટના પાંદડા અને મૂળ પર સ્પ્રે કરો.
મની પ્લાન્ટમાં ઓસામણયુક્ત પાણી ઉમેરવાથી છોડ ઝડપથી વધે છે અને મૂળ મજબૂત બને છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો