4.5.2025
Plant in pot : મીઠા લીમડાના છોડમાં નાખો આ ખાસ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Image - Soical media
ઉનાળાની ઋતુમાં મીઠા લીમડાના છોડની સંભાળ રાખવા માટે કેટલાક ખાસ પગલાં લેવા જોઈએ.
સારી સંભાળ રાખવાથી છોડ સ્વસ્થ અને લીલો રહે છે. આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ પદ્ધતિઓ જણાવી રહ્યા છીએ.
ઉનાળામાં માટી ઝડપથી સુકાઈ જાય છે, તેથી છોડને નિયમિતપણે પાણી આપો. ફક્ત ધ્યાનમાં રાખો કે માટી ભીની રહે પણ પાણી ભરાય નહીં.
મીઠા લીમડાના છોડ માટે વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. તે છોડને પોષક તત્વો પૂરા પાડે છે.
સીવીડમાંથી બનેલા સીવીડી ખાતર એક કાર્બનિક ખાતર છે, જે છોડના મૂળ, પાંદડા અને એકંદર વિકાસ માટે જરૂરી છે.
એક લિટર પાણીમાં 5 ગ્રામ સીવીડી ખાતર ભેળવીને છોડના પાંદડા પર છંટકાવ કરવાથી છોડનો વિકાસ ઝડપી થાય છે.
મહિનામાં બે વાર વર્મીકમ્પોસ્ટ અને સીવીડી ખાતરનો ઉપયોગ કરો.આ છોડનો સતત વિકાસ સુનિશ્ચિત કરશે.
મીઠા લીમડાના છોડને સારો સૂર્ય પ્રકાશ અને હવાની જરુર હોય છે. તેથી યોગ્ય સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો