હવે WhatsApp કોલને પણ કરી શકાશે રેકોર્ડ, બસ તમારા ફોનમાં આ ફિચરને કરી લો ઓન
5 Dec 2024
WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમને વોઈસ અને વીડિયો કોલિંગની સુવિધા પણ મળે છે.
મોટી સંખ્યામાં લોકો કોલિંગ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પ્રશ્ન કરે છે કે શું WhatsApp કોલ રેકોર્ડ કરવાનો કોઈ વિકલ્પ છે ખરો?
તમે ખૂબ જ સરળતાથી કોઈપણ WhatsApp કૉલ રેકોર્ડ કરી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે.
તમે માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરી રેકોર્ડ કરી શકશો. આ માટે તમારે તમારા ફોનના જ એક ફીચરનો ઉપયોગ કરવો પડશે.
જેવો તમને કોઈ વોટ્સએપ કોલ આવે તો તેને રિસીવ કરી તમારા ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગનું ફિચર ઓન કરવાનું રહેશે.
આ ફિચર ચાલુ કરતાની સાથે જ તમારી સ્ક્રીન રેકોર્ડ થશે. આ ઉપરાંત ફોન WhatsApp Call ને પણ રેકોર્ડ કરશે. સ્ક્રીન અને કોલ રેકોર્ડ કરવામાં આવશે.
આ રીતે તમે કોઈપણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કર્યા વગર WhatsApp કોલ રેકોર્ડ કરી શકો છો. મોટાભાગના ફોનમાં તમને આ વિકલ્પ ક્વિક સેટિંગમાં મળી જશે.
તમારે નોટિફિકેશન બારને સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે. ત્યારબાદ રેકોર્ડિંગવાળા કેમેરાના લોગોની સાથે સ્ક્રીન રેકોર્ડિંગનું ફિચર જોવા મળશે.
આ ફીચરને ઓન કરીને તમે તમારા વોટ્સએપ કોલ્સ સરળતાથી રેકોર્ડ કરી શકશો. તમને ગેલેરીમાં રેકોર્ડિંગ ક્લિપ પણ મળી જશે.