4.2.2025

 ₹15000Crના ઘરમાં રહે છે મુકેશ અંબાણી, ઘરનો દરેક ખૂણો છે વૈભવી!

Image - Freepik  

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને સૌથી મૂલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણીના ઘર ભારતના સૌથી મોંઘા મકાનોની યાદીમાં ટોચ પર છે.

મુંબઈમાં સ્થિત આ અંબાણીનું ઘરનું નામ એન્ટિલિયા છે અને તે કોઈ મહેલથી ઓછું નથી.એન્ટિલિયા એક 27 માળની આલીશાન ઇમારત છે, જે કુલ 4,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે.

મુકેશ અંબાણીનું આ ઘરનું વર્ષ 2010 માં પૂર્ણ થયું હતું અને તે સમયે એન્ટિલિયા હાઉસની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ હતી.

અહેવાલો અનુસાર, જ્યારે આ અંબાણી હાઉસ પૂર્ણ થયું ત્યારે તેની કિંમત 11000 કરોડ રૂપિયા હતી અને હવે તેની અંદાજિત કિંમત લગભગ 15000 કરોડ રૂપિયા છે.

એન્ટિલિયાનો દરેક ખૂણો વૈભવી છે.

મુકેશ અંબાણી તેમના આખા પરિવાર સાથે આ એન્ટિલિયામાં રહે છે અને તેના અલગ-અલગ માળ છે.

તમને જણાવી દઈએ કે એન્ટિલિયાને શિકાગો સ્થિત આર્કિટેક્ટ 'પાર્કિન્સ' દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં 3 હેલિપેડની સુવિધા છે.

ઘરના પહેલા છ માળ માત્ર પાર્કિંગ માટે જ બનાવવામાં આવ્યા છે અને એક સાથે 160 જેટલી કાર પાર્ક કરી શકાય છે.

આ સિવાય એન્ટિલિયામાં પાર્કિંગની ઉપરના ફ્લોર પર 50 સીટર સિનેમા હોલ અને તેની ઉપર એક આઉટડોર ગાર્ડન પણ છે.