ખોરાકમાં વધુ પડતા મીઠાનો સ્વાદ મિનિટોમાં ઠીક થઇ જશે

23  March, 2024 

અમે તમને ટિપ્સ જણાવીશું જેનાથી ભોજનમાં વધારાનું મીઠું ઓછું થઇ જશે

ગ્રેવીવાળી વાનગીમાં બટાકાને સમારીને તેના ટુકડા નાખો

વાનગીને થોડીવાર ગેસ પર ગરમ કરો, બટાકા મીઠુ શોષી લેશે

લીંબુના રસનો ઉપયોગ કરવાથી પણ મીઠું ઓછુ લાગશે

કઠોળ કે શાકભાજીમાં મીઠુ વધારે હોય તો દહીં ઉમેરી શકો છો

દહીં નાખવાથી મીઠું ઓછુ થશે અને વાનગી વધુ સ્વાદિષ્ટ લાગશે

ગ્રેવીવાળી વાનગીમાં ખારાશ ઓછી કરવા માટે તેમાં લોટનો લુવો નાખી દો

લોટ સૌથી ઝડપથી મીઠું શોષી લેશે, લોટ ગ્રેવીની ઉપર તરવા લાગે એટલે બહાર કાઢી લો